એન્ડ્રોઈડ વર્લ્ડ

હેન્ડી સ્કેનર – એન્ડ્રોઇડ એપ્પ

handy scanner મિત્રો  હેન્ડી સ્કેનર એન્ડ્રોઇડ મોબાઈલ માટે ઘણી ઉપયોગી એપ્લિકેશન છે. આપ મોબાઈલમાં ડોક્યુમેન્ટ, બુક પેજનો ફોટો લઇ તેને તરત પીડીએફ ફોર્મેટમાં રૂપાંતર કરી શકો છો. હવે તમારી ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે સ્કેનરની જરૂરીયાત આ હેન્ડી સ્કેનર એપ્પ પૂર્ણ કરી આપશે. હેન્ડી સ્કેનર ડાઉનલોડ કરવા માટે 1.9 mb સ્પેસ જરૂરી છે. આ હેન્ડી સ્કેનર એપ્લિકેશનને 400થી વધુ યુઝર્સે  4 સ્ટાર આપ્યા છે. હેન્ડી સ્કેનર એપ્લિકેશન સરળતાથી ઉપયોગ કરી શકાય તે માટે નીચે આપેલ વીડીઓ જુઓ. 

 

હેન્ડી સ્કેનર એપ્પ ડાઉનલોડ વિશે વધુ જાણવા એન્ડ્રોઇડ માર્કેટની મુલાકાત લેવા ક્લિક કરો.

 

1 ટિપ્પણી »

પોકેટ – એન્ડ્રોઇડ એપ્પ

     મિત્રો એન્ડ્રોઇડ મોબાઈલ માટે પોકેટ એપ્લિકેશન ઘણુંબધું યાદ રાખવા માટે ઉપયોગી છે. પોકેટ એપ્લિકેશન આપને બેંક એકાઉન્ટ ડીટેલ, કારની ડીટેલ, ક્રેડીટ કાર્ડની ડીટેલ, ઇન્સ્યોરન્સની ડીટેલ, કોમ્પ્યુટર પાસવર્ડ અને ઈ મેલ પાસવર્ડની ડીટેલ સેવ કરી રાખે છે . પોકેટ એપ્લિકેશન માટે એક માસ્ટર પાસવર્ડ ક્રિએટ કરવાનો હોય છે અને તમારી બધી ડીટેલ પોકેટ સેવ કરી આપે છે.  આપને ગમે ત્યારે ગમે તે ડીટેલ મોબાઈલમાંથી મળી રહે તેવી સરળ વ્યવસ્થા છે. આપનો મોબાઈલ ચોરી થઈ જાય ત્યારે પણ પોકેટમાં સેવ ડેટા આપના પાસવર્ડથી સુરક્ષિત રહશે તેવું એપ્લિકેશન ડેવલોપર જણાવે છે. પોકેટ એપ્લિકેશન માટે 1.3 mb સ્પેસ જરૂરી છે. પોકેટ એપ્લિકેશનને 3500 થી વધુ લોકોએ  4  સ્ટાર રેટિંગ આપ્યું છે.

પોકેટ એપ્લિકેશન ડાઉનલોડ વિશે વધુ જાણવા માટે એન્ડ્રોઇડ માર્કેટ માટે ક્લિક કરો .

Leave a comment »

શ્રીમદ ભાગવત ગીતા – એન્ડ્રોઇડ એપ્પ

સ્ત્રોત } એન્ડ્રોઇડ માર્કેટ મિત્રો પ્રથમ એપ્લિકેશન માટે હું ધાર્મિક  એપ્લિકેશન પસંદ કરું છુ.  શ્રીમદ ભાગવત ગીતા નામની ધાર્મિક  એપ્લિકેશન ખુબજ સરસ છે . આ એપ્લિકેશન હિંદી, અંગ્રેજી, સ્પેનિશ અને જર્મન જેવી ભાષામાં વાંચી શકાય તેમ છે. આ ધાર્મિક  એપ્લિકેશનમાં ગીતાના અઢાર અધ્યાય ટૂંકમાં શ્લોક સાથે મુકવામાં આવ્યા છે. આ  એપ્લિકેશનની સાઇઝ  7.2 mb છે. મિત્રો 700 થી વધુ યુઝર્સે 5 સ્ટાર રેટિંગ આપ્યું છે.  

 

 

 

 

શ્રીમદ ભાગવત ગીતા એપ્લિકેશન વિશે વધુ જાણવા અને ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઇડ માર્કેટની મુલાકાત માટે ક્લિક કરો .

1 ટિપ્પણી »

Hello world!

નમસ્કાર બ્લોગર મિત્રો .

આપ સૌને હોળીની રંગીન શુભેચ્છાઓ. એન્ડ્રોઇડ વર્લ્ડ બ્લોગમાં એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ  વિશેની  જાણકારી ટૂંક સમયમાં જાણવા અને માણવા મળશે .

2 ટિપ્પણીઓ »